Saturday, December 25, 2010

Tips for Husband

1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો.

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો.

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો.

4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો. (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધીએના વખાણ કરો. (અરે,આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો.

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયેઆંટા ન મારો.

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો.

9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકયના હોય તો એમ કહો કે “આજે તો તું સાવ જૂદી જ લાગે છે.”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે.

11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો.

12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો.

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17.. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે.”

20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!

21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”

22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો.”

23. વાત વાતમાં એના સોગંદ ખાવ. (તારા સમ, તુ સાચે આજેજુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.

26. અઠવાડિયે એક વાર તો સમય અને સંજોગો જોઇ ને પૂછી લોકે "કેમ આજે ઢીલી લાગે છે?"

27. શાક સારુ ના બન્યુ હોય તો અંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.

28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?

30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો. અથવા તો પાન-મસાલા છોડી દો.

31. બેલ વાગે તો દરવાજો ખોલવા તમે જાવ, એમાં કાંઇ વારા થોડા પડાય બોસ!

32. ઓફિસનુ કામ ઘરે ન લાવો., શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.

33. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.

34. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!

35. નવા ડ્રેસમાં એ જાડી લાગે તો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે"

36. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો

37. લાલ કપડામાં પોસ્ટ ઓફિસના ડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવી જ લાગતી હતી એમ કહો.

38. તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત એના મોંઢે બોલવાદો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે
અથવા એના માટે તમે"કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે

39. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇનબોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો, શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટ કોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.

40. એની મોટી બહેનના ગંદા-ગોબરા તોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલો ક્યુટ અને નૉટી છે!"

42. એ રડે તો રૂમાલ નહીં, એને જે જોઇતુ હોય તેલાવી આપો.

43. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અનેભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.

44. દાળમાં થી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.

45. "સાસરૂ સોનાની ખાણ" ની ડીવીડી વસાવી લો.

46. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.

47. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનોસામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશમાં આવી નથી!

48. ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકીશકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !

49. ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !

50. દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!

51. તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.

52. છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું શીખી જાવ.

53. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.

54. ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ? તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.

55. "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.

56. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકા અને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.

57. ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !

58. એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે, બીજી કોઈ શંકા અસ્થાને છે.

59. સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું, એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.

60. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.

61. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાં તમે કોઇની સાથે ભટકાઇના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?

62. એના પર્સમાંથી તમારે જે જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.

63. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.

64. ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું છે?

65. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.

1 comment:

bhumika said...

awesome~!

had a wonderful dose of laughter in morning!
wish all hubbies can learn these simple lessons! ;)